Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.

Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.



સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા તા.૧૯ થી ૨૧ મે, ૨૦૨૪ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લીંબડી ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર કે સી સંપટે ખાસ ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની ઝોન મુજબ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લાની ટીમ પ્રથમ સ્થાન, ડાંગ જિલ્લાની ટીમ દ્વિતીય સ્થાન અને મોરબી જિલ્લાની ટીમે તૃતિય સ્થાન મેળવ્યું હતું આ સમાપન પ્રસંગે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી સોલંકી, ગુજરાત રાજ્ય ખો-ખો હેડ કોચશ્રી મુકેશ છત્રોલા સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા થયેલ તમામ ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જ ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન થતાં, ખો-ખો અંડર-૧૪ની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા