Posts

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

Image
Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જે...

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Image
Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ...

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Image
 Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશ...

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
   Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિ...

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
   Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda 

Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

Image
 Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દ...