Posts

Showing posts from March, 2024

Gandevi: સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.

Image
     Gandevi:   સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.  તારીખ ૨૯-૦૩-૨ ૦૨૪નાં દિને સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના સિનિયર શિક્ષિકા શ્રી સંગીતાબેન મુકેશભાઈ પટેલના નિવૃત્ત સન્માન સમારંભ, ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને તા.પં.દ્વારા મળેલ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટરનુ ઉદ્ધાટન સમારંભ ત્રિવેણી કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયો. ગામના સરપંચશ્રી નિલેશભાઈ અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી મોહનભાઈ અને તમામ સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સભાખંડમાં યોજાયો.. ઉપસ્થિત મહેમાનો, કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક મિત્રો અને પરિવારજનોની હાજરી સમારંભની શોભા વધારી હતી. ઘટક શિક્ષક સંધના મહામંત્રી સતીષભાઈ, ખજાનચી ભૂપેન્દ્રભાઇ  દેવધા શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ અને શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ તમામ બહેનોની વિશેષ ઉપસ્થિત રહી હતી. શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્ર પટેલે સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
        Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હત...

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

Image
Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.  અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.  તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી.  NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્...