ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકા...
આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistic...
Comments
Post a Comment