Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.

         

Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.

 નવસારી લોકસભાની ચૂંટણીને લઈ નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર મતદારો આંગળી પર મતદાનનું નિશાન બતાવતા તેઓને 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આગામી 7મી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સરકાર પર ચૂંટણીના દિવસે તમામ નોકરિયાતવર્ગને રજા જાહેર કરવામાં આવી છે. જેથી તમામ મતદારો મતદાન કરી શકે. તો બીજી તરફ જિલ્લા તંત્ર પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી સંદર્ભે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં આગામી 7મી મે ના રોજ મંગળવારે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેક સભ્યો અને સ્ટાફ મતદાન કરશે. સ્ટાફને તે દિવસે મતદાન કરવા માટે દુકાનમાંથી રજા અપાશે અને મતદાન કરી સ્ટાફ પાછા દુકાને કામ પર આવશે. તેમજ આગામી 7મી મે અને 8મી મે ના રોજ જે કોઈ ગ્રાહક જેણે મતદાન કર્યું હોય તે વાસણ બજારમાં દુકાને ખરીદી કરવા આવશે તેને 7 થી 10 ટકા સુધી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહકોએ પુરાવા રૂપે આંગળી પર મતદાન કર્યું હોવાનું નિશાન બતાવવું જરૂરી છે.




Comments

Popular posts from this blog

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.