Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે. જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ. તારીખ 6/6/2024 થી 7/6/2024 દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગ...
Comments
Post a Comment